બકરું કાઢતાં ઊંટ પેઠું – હરી દેસાઈ

0
36

બીજી માર્ચે ટીવી પર અમે ૫૭ મુસ્લિમ દેશોની અબુ ધાબી ખાતે ઑર્ગેનાઇઝેશન ઑફ ઇસ્લામિક કો-ઑપરેશન(ઓઆઈસી)ની પરિષદમાં ભારતીય રાજદ્વારી પ્રયાસોને બિરદાવી રહ્યા હતા ત્યારે જ અબુ ધાબીમાં પાકિસ્તાનના બહિષ્કાર વચ્ચે પણ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને વિ.ક.અભિનંદનને છોડ્યો એનાં વખાણ કરતા અને કાશ્મીર મુદ્દે ભારતના તથાકથિત આતંકવાદને વખોડતા તેમ જ બાબરી મસ્જિદ ફરી બાંધી આપવાનો આગ્રહ કરતા સર્વાનુમત ઠરાવ થતા હતા.

આ તો વિદેશમંત્રી સુષ્મા સ્વરાજને માનવંતા મહેમાન તરીકે તેડાવીને અગાઉ ક્યારેય નહોતી મારી એવી લપડાક ઓઆઇસીએ ભારતને મારી. ભારત સરકારે અંતે ખુલાસા કરવા પડ્યા કે અમે જમ્મુ-કાશ્મીરને અમારું અવિભાજ્ય અંગ ગણીએ છીએ.ભારતીય સંસદે પહેલાં અનેકવાર જમ્મુ-કાશ્મીરને ભારતનું અવિભાજ્ય અંગ ગણાવતા સર્વાનુમત ઠરાવ કર્યા છતાં કાયમ ઓઆઈસી પાકિસ્તાન તરફી જ ઠરાવો કરતું રહ્યું છે.આ વખતે તો પાકિસ્તાનની ગેરહાજરીમાં એ ઠરાવ વધુ જલદ ભાષામાં થયો,છોગામાં બાબરી નું કમઠાણ પણ ઘૂસ્યું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here